Home > પ્રકીર્ણ, માહિતી > ગુજરાતી ભાષા શુધ્ધીનું અભિયાન (તારીખ 16 માર્ચ.2007)

ગુજરાતી ભાષા શુધ્ધીનું અભિયાન (તારીખ 16 માર્ચ.2007)

એકસો સત્તર પાના ભરીને અંગ્રેજી શબ્દોને ગુજરાતી ભાષા પોતાનાં શબ્દો ગણી અપનાવે છે.. આ ભાષાની મહત્તા છે, ભાષાવિદોની શુરવીરતા કે મુર્ખતા તે મને ન સમજાયુ. ઓક્સફોર્ડ નાં અંગ્રેજી શબ્દ કોષમાં મને આંગળીનાં વેઢે ગણાય તેટલા ગુજરાતી શબ્દો મને મળ્યા નથી.  હું તો સ્પષ્ટ રીતે માનુ છું કે આપણે ગુજરાતીઓ પરદેશ ખેડવાની સાથે સાથે દેશને ભુલતા ગયા છીયે. અને સાથે સાથે અંગ્રેજોની કૂટ નીતિ પણ સમજી શકાય છે કે ભલેને સ્વતંત્રતાની વાતો કરતો આ દેશ કદી સ્વતંત્ર થવાનો નથી કારણ કે જડ મૂળમાં લઘુતા ગ્રંથી અને પારકુ કે વિદેશ નું તેટલુ સારુ માનીને આજે  સાહીઠ વર્ષ પછી પણ શુધ્ધીકરણ ની પ્રક્રીયાને પણ અવકાશ અપાવાની વાત ઉપર મિશ્ર પ્રતિભાવ મળે છે. ફિલાડેલ્ફીયાના વિદેશીઓને ગુજરાતી શીખવતા અને ભાષાવિદ બાબુ સુથારનો મારા ઇ મેલ નો પ્રતિભાવ આવ્યો તે થોડાક સુધારા સાથે અત્રે મુકુ છુ

પ્રિય વિજયભાઈ
, સાથે આજનાઅખબારમાં પ્રગટ થયેલો એક લેખ માકલું છું. એમાં કેવા અને કેટલા અંગ્રેજી શબ્દો વાપરવામાં આવ્યા છે તમે જોઈ શકશો. ગુજરાતી ભાષકોનો ગુજરાતી ભાષા પરત્ત્વેનો અભિગમ નહિ બદલાય ત્યાં સુધી એમની ગુજરાતી ભાષા પરત્ત્વેની વફાદારી ખૂબ નીચલા સ્તર પર મર્યાદિત રહેવાની. અને જ્યાં સુધી વફાદારીનું સ્તર ઊંચું નહિ આવે ત્યાં સુધી ગુજરાતી ભાષાનું ધોવાણ થતું જ રહેવાનું. મેં તો વર્ષો પહેલાં મારા એક લેખમાં કહેલું કે ગુજરાતના ગુજરાતી ભાષકો ધીમે ધીમે પોતાની માતૃભાષા પરનું નિયંત્રણ ગૂમાવી રહ્યા છે. તેઓ, એક ચોક્કસ અથર્માં, ‘માતૃભાષા વગરનાબનતા જાય છે.અંગ્રેજી એમની માતૃભાષા નથી તો સામે છેડે ગુજરાતી પર એમનું માતૃભાષા પર હોય એવું નિયંત્રણ નથી. કદાચઆને કારણે આપણું સર્જન પણ નબળું પડતું જાય છે અને વિવેચન પણ. સુરેશ જોષીને થઈ ગયે કેટલાં બધાંવરસો થઈ ગયાં! તેમ છતાં, આજે પણ ગુજરાતી ભાષાના સંખ્યાબંધ એવા અધ્યાપકો છે જેઓ પ્રમાણિકતા પુર્વકકહે છે કે સુરેશ જોષી એમને સમજાતા નથી! “અમને ફલાણા-ઢીકણાં લેખકો સમજાતા નથી. એથી અમનેસમજાય એવું સાહિત્ય આપો એમ કહેનારા અધ્યાપકોનો વર્ગ આજે ખૂબ વિસ્તરી ગયો છે. તો પછી સામાન્યપ્રજાની તો વાત ક્યાં કરવાની?  બાબુ સુથાર 

Thursday, March 15, 2007 ( અહીં એ નોંધવુ જરુરી છે કે  આ લેખ સમાચાર પત્રને અનુલક્ષીને નથી પરંતુ વાચકનાં રસને અનુલક્ષીને છે)
 

ફેશનેબલ છોકરાંઓને જોઇએ સ્ટાઇલીશ્ અને ફન્કી જ્વેલરી શણગાર કરવો, જાત-જાતના ઘરેણાં પહેરી સુંદર દેખાવાનો ટ્રેન્ડ હવે માત્ર છોકરીઓ સુધી સીમિત રહ્યો નથી.હવે તો મોર્ડન છોકરીઓને પણ ફીકી પાડે તેવા એસેસરી અને ઓર્નામેન્ટ્સ ક્રેઝી છોકરાઓ કોલેજે-કોલેજે જોવામળે છે. એક સમયે પ્રાચીન ભારતીય પુરૂષો આભૂષણ પ્રેમી કહેવાતા. આજકાલના ટ્રેન્ડી છોકરાઓ પણ પોતાનાપૂર્વજોની જેમ આભૂષણો અને બીજી કેટલીય પ્રકારની ફેશ્નેબલ એસેસરીઝના દિવાના છે.હાથમાં પહેરવાના વિવિધ ડીઝાઇનિંગ બ્રેસલેટ્સ(ખાસ લેધરની બનાવટના દોરા) ગળામાં પહેરવાની જુદી-જુદી

પેટર્ન અને સ્ટાઇલની માળા, માદળીયાઓ, દોરા એટલું જ નહીં કાન ઉપરાંત પાંપણ અને જીભ વિંધાવવાનો ક્રેઝ

આ વાત ડાંડીયો પીટતા નર્મદનાં જમાનાની નથી આજની છે. વાચક મિત્રોને  ફરીથી કહીશ જાત સુધારશો તો જગત સુધરશે. આપણે સ્વતંત્રતા મેળવી લીધી એનો અર્થ એ નથી કે મુલ્યો સાચવણીની જવાબદારી ફક્ત શિક્ષક, સમાજ કે  વ્યક્તીગત છે? પહેલી તે આપણી છે. આપણી ભાવિ પેઢીને ગુજરાતી ભાષા આપવા આપણે પણ સારુ અને સાચુ ગુજરાતી બોલવુ પડશે. લખવુ પણ પડશે. મજાક માં બોલાતી ઇંગરાટી કે ગુજલીશ હઝલ પુરતી સીમિત રહે તો સારુ નહીંતર એક દિવસ્ ભુંસાતી જતી ભાષાઓમાં ગુજરાતી પણ હશે અને તેનાં જવાબદાર આપણે સૌ ગુજરાતીનાં શુભચિંતકો હોઇશું કે જેમણે કરવા યોગ્ય કશુ ન કરતા ફક્ત હા હા હી હી કર્યુ.

આ કામ કેવી રીતે કરી શકાય તેના સુચનો અને નક્કર ઉપાયો આપ સૌ પાસે થી મળશે તે શુભ  અપેક્ષા સાથે કાલે મળશુ  

  1. Maheshchandra Naik
    March 16, 2007 at 8:59 am | #1

    EXCELLENT, Dear Shri Vijaybhai, You deserve lot of compliments for wonderful work for GUJARATI you are doing in larger interest of gujarati reading DESI”s like myself, at abroad at the age of 60+. Thanking you once again & CONGRATULATIONS to you!!!!!!!!!!
    With Kind Regards,
    Mahesh Naik

  1. No trackbacks yet.