મને ક્યારેક નવાઇ લાગે છે કે ગુજરાતી ભાષાનાં પ્રખર હિમાયતીઓ અને પંડીતોને ભદ્રંભદ્ર જેવા હળવા લેખો દ્વારા ધ્યાન દોરવા છતા ભાષામં ઘુસી ગયેલા અન્ય ભાષી શબ્દો ( મહદ અંશે અંગ્રેજી)કેમ ખુંચતા નથી. તે એકદમ સહજ થઇ ગયા છે ઉદાહરણ તરીકે
આજે સાડા આંઠની ટ્રૈન પકડીને મુંબઇ જવાનો છું તો પ્લેટફોર્મ પર રીઝર્વેશન વીંડો પાસે મળ પછી સાથે સેંડ્વીચ ખાવા જઇશુ.
વીસ શબ્દોનું એક વાક્ય જેમાં પાંચ અંગ્રેજી શબ્દો એટલે ગુજરાતી ભાષાનાં હીરનું 25% હનન.
હવે તમે કહેશો અંગ્રેજો બસો વર્ષ રહ્યા તો હવે એટલુ તો રહેને?
તોફાની કનુ બોલ્યો સારુ તો આનુ તમે શુધ્ધ ગુજરાતી બોલો
માર્યા ઠાર ગુજરાતી શબ્દ આ પાંચ અંગ્રેજી શબ્દનાં તો શોધવા જવુ પડશે.કારણ કે ટ્રૈન આવી ત્યારે ગાડી શબ્દ પ્રચલીત થયો પણ ગાડી ઘણી હતી તેથી નિલકંઠે અગ્ની રથ શબ્દ રજુ કર્યો પણ તે ન સ્વીકારાયો કારણ કે પેલી ગુલામ મનોદશામાં હતા તેથી જે હાથ વગુ હતુ તે લઇ લીધુ. પ્લેટ્ફોર્મ એટલે ઓટલો પણ ફરી ગુલામ મનોદશા આડી આવી ઑટલો એટલે ઘરની આગળ હોય એટલો જ ઑટલો કહેવાય્ રેલ્વે નો ઑટલો તો માઇલ લાંબો હોય્
મારો માંહ્યલો અહીં આપણી ગુલામ દશા પર ઉકળે છે. તેઓ 200 વર્ષ રહ્યાં તેમણે તેમની ભાષામાં આપણોઅ એકેય શબ્દ દાખલ ન કર્યો અને આપણે ખુલ્લે આમ હજી નવા નવા શબ્દો હની, વેલેંટાઇન, પીઝા અને બરગર ને પ્રેમ થી ઉમેરતા જઇએ છે. સુધારાવાદી તરીકે અને મોડર્ન જમનામં એકાદ અંગ્રેજી શબ્દ ન આવે તો કેમ ચાલે?
બીજો પ્રસંગ લખું
આ વખતે વર્ડ કપમાં જો ગાંગુલી સેંચ્યુરી ના મારે તો તેણે કેપ્ટન તરીકે રિઝાઇન કરવું જોઇએ શું કહો છો બોસ! પેલા મેચ ફિક્ષીંગ વાલા તેને ન રમવાનાં વધુ પૈસા આપે અને આપ્ણે હારીને આવીયે બોલો ચેલેંજ મારવી છે આ વખતે પણ આપણે સીરીઝ હારવાનાં.
આવા વાક્યો અખબારમાં જોવા મળે ત્યારે તો શરમ થી માથુ ઝુકી જાય કારણ આપણે ગુજરાતીઓ “ભાષાને શું વળગે શુર” માનીયે અને તેથીજ તો ગરવી ગુર્જરી “શું શા પૈસા ચાર” માં ગણાઇ. ભાષાને જીવંત રાખવી એ આપણા સંસ્કાર છે અને તેમા ભરાતા દુષણો સામે જાગૃત થવુ તે આપ્ણી ફરજ છે તેવુ માનતા તામિલ ભાષા પ્રેમી મિત્રે તામીલ ભાષામાંથી અંગ્રેજી શબ્દો દુર કરી તેની જગ્યાએ લોકભોગ્ય નવી તામિલ શબ્દોની શોધખોળની વાત વિશાલ મોણપરાને જ્યારે કહી ત્યારે તે મિત્રોને મે આદર થી સલામ કરી.
તમે જો ભાષા શુધ્ધ બોલશો તો તમારા વારસો તે શુધ્ધ બોલશે અને તે રીતે જ ભાષા લાંબો સમય ટકતી હોય છે. અંગ્રેજોનો તેમની ભાષામાટે નો મોહ સચોટ હશે કે આપણી ભાષામાંથી બે કે ત્રણ શબ્દો લીધાનુ જાણમાં છે જેમકે ગુરૂ પંડીત કે મહાન. જ્યારે આપણે.. પુ. રતિભાઇ ચંદરીયાનાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠે 117 પાનાનો ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનું પુસ્તક બહાર પાડ્યું છે.
મારા વાચક મિત્રોને આ ગુજરાતી ભાષા શુધ્ધી અભિયાનમાં જોડાવાનું આમંત્રણ આપુ છુ. હું મને જડશે તેટલા અંગ્રેજી શબ્દોની યાદી મુકું છુ અને તેનુ શિષ્ટ ગુજરાતી પણ મુકવા પ્રયત્ન કરીશ અને આપ સૌને પણ વિનંતી કે તમે પણ તેવા તમારા જાણીતા શબ્દો આપો અને તે યાદીને સંપૂર્ણ બનાવીયે.
પેન= ક્લમ
સ્ટેશન=સ્થળ
પીઝા=ઇટાલીયન રોટલો
બર્ગર=દાબેલી
હની =મીઠડી
સેંડવીચ = (રેતીની ડાકણ ?)
સેંચ્યુરી= શતક
સોસ = ચટણી
લેન= ગલી
રોડ = માર્ગ
ટાઉન હોલ
બોસ= સાહેબ
બેલેંસ શીટ=સરવૈયુ
પેજ = કાગળ
પોસ્ટ્મેન=ટપાલી
અમુક શબ્દો અપનાવી લેવામાં કોઇ નાનમ નથી. દા.ત. સ્ટેશન , હોલ,
સેન્ડવીચ મૂળે જ અંગ્રેજી ખોરાક છે. અને આપણે દેશમાં પણ ભરપૂર ખાઇએ છીએ. તેનો કોઇ પર્યાય જરૂરી નથી લાગતો.
દાબેલી શું કહેવાય ? અમદાવાદમાં હવે ગલીએ ગલીએ દાબેલી ખાવાની મળે છે.એનો દેખાવ જુદો હોય છે પણ કોઈએ ગુજરાતીકરણ કરવાની નિષ્ઠાથી આ નામ શોધ્યું હોય તો તેને અભિનંદન !
શ્રી વિ.ભાઈએ છેડી દીધેલા આ અભિયાનને છડી પોકારીને સ્વાગતમ્ !! હવે જાગ્રત થયા વિના નહીં ચાલે.
જુ.કાકાની દાબેલીવાળી વાત મજાની લાગે છે… સેંડવીચ માટે જ હશે!
ઇંગ્લીશ – અંગ્રેજી
વેધર – હવામાન
સોફા – બાંકડો (?)
હોલ એટલે કાણું અને હૉલ એટલે ખંડ … આ મુજબના ભેદ ઉચ્ચાર અનુસાર જાણવાની જરૂર છે.
ઉપરાંત, અંગ્રેજી શબ્દો અપનાવવાની જરૂર છે જ. કારણ કે ભૂતકાળમાં પણ ગુજરાતી ભાષામાં અનેક નવા શબ્દો ઉમેરાયાં છે, અને ઉમેરાતાં રહેશે. સાંસ્કૃતિક અને સામાજિક આદાન-પ્રદાનને કારણે આમ થવું ખૂબ સામાન્ય અને કુદરતી છે.
અંગ્રેજીમાં પણ ફ્રેંચ અને લેટિન ભાષાના શબ્દોનું ભંડોળ છે. અને બદલાતા સમય અનુસાર તેમાં પણ હિન્દી શબ્દો યથાવત્ ઉમેરાય છે. ઑક્સફર્ડ ડિક્શનરીના તાજેતરના સંસ્કરણમાં તે જોઇ શકાય છે.
તેથી જે ભાષાના શબ્દો જ્યાં ઉદ્ભવ્યાં છે, તેમને મારી-મચડીને ગુજરાતી બનાવીને ભદ્રંભદ્રતા આગળ ના ધપાવીએ તો સારું. શ્રી સુરેશ જાની કહે છે તેમ, અમુક શબ્દોના પર્યાય હોવાં જરૂરી નથી.
એટલે અંગ્રેજી શબ્દો ના જ અપનાવવા તેવા અભિગમને બદલે –
- જ્યાં પણ ગુજરાતી શબ્દનો ઉપયોગ થઇ શકે તેમ હોય ત્યાં ગુજરાતીનો જ ઉપયોગ કરવો.
- ગુજરાતી શબ્દો પણ શુદ્ધ હોય તેનું ધ્યાન રાખવું.
- જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવો, સાથે સાથે તેની યોગ્યતા અને શુદ્ધતાનું ધ્યાન રાખવું.
આ થોડાંક સામાન્ય છતાં મૂળભૂત મુદ્દાઓ છે…જે વિશે સુજ્ઞ વાચકો સાથે ચર્ચવાનું ગમશે.
જાગૃતિ ત્રિવેદી
જુગલ કિશોર ભાઇ અને ધવલ
આપના સુચનો ને સ્વિકારી ઘટીત સુધારા કર્યા છે
આભાર…
વિજયભાઈ મારું મંતવ્ય આ બાબતે તમારાથી અલગ છે. સુરેશદાદા સાથે હું સહમત છું. જે વસ્તુઓ અંગ્રેજોના આવ્યા પછી જ આપણી જીવનશૈલીમાં ઊમેરાઈ હોય એમને માટે મારી મચડીને ગુજરાતી શબ્દો બનાવવાની જરૂરીયાત નથી. પછી આપણે ભદ્રંભદ્રની ૨૧મી સદીની નવી આવૃત્તિ બની જઈશું.
ભાષા ખુબ તરલ હોય છે. સમયના પ્રવાહ સાથે એમાં ફેરબદલ થયા કરે છે. કેટલાક શબ્દો ઘસાઈ જઈને વપરાતા બંધ થઈ જાય છે તો કેટલાક શબ્દો નવા ઊમેરાય છે. મુસ્લીમ શાસન દરમિયાન કેટલાય અરબી, ફારસી અને તુર્કી શબ્દો આપણી ભાષામાં પ્રવેશ્યા. શું આપણે એમનું પણ શુધ્ધીકરણ કરવું? મરાઠા શાસન વખતે મરાઠી શબ્દો ઊમેરાયા હોય એ પણ શક્ય છે. તો શું કરવું એ શબ્દોનું? આવી છેલ્લા ૧૦૦૦ વર્ષમાં થયેલી અસરો દૂર કરીને ૧૦૦% શુધ્ધીકરણ કરવાથી આપણે ગુજરાતી નહીં ને સંસ્કૃત બોલતા થઈ જઈશું એવું મને લાગે છે.
ધારો કે મુસ્લીમ શાસનની અસર દૂર કરવાનું નક્કી કરીએ તો ગુજરાતના ૨૦% જેટલા (% વિવાદાસ્પદ છે) શાહ અટકવાળા લોકો પોતાની અટક જ ગુમાવી બેસે. કારણ કે શાહ તો ફારસી શબ્દ છે. આપણે હવા શબ્દ પણ ન બોલી શકીએ કારણ કે એ તો તુર્કી શબ્દ છે. ગુજરાતીમાં અરબી કે ફારસી માંથી આવેલા શબ્દોની યાદી ઘણી લાંબી થઈ જશે.
હું એ વાત સમજુ છું અને સ્વીકારું પણ છું કે અંગ્રેજીએ ગુજરાતી ભાષાના અસ્તિત્વ સામે મોટો પડકાર ઊભો કર્યો છે. પણ એ પડકાર ભારતની તમામ પ્રાદેશીક ભાષાઓ સામે પણ છે. વૈશ્વીકરણને કારણે વિશ્વની ઘણી ભાષાઓ આ પડકારનો સામનો કરી રહી છે. પણ શુધ્ધીકરણ એ પડકાર સામેનો આપણો ઉત્તર ન જ હોઈ શકે. ઉત્તર શું હોઈ શકે એ એક અલગ વિષય છે જે ચર્ચા અને વિચાર માગી લે એવો છે.
hun hemant punekar ni vaat saathe purna rite sahmat chhun,jodanini shudhdhtaa karta bhashana astitva ne takavavun vadhare agatynu chhe, gujaratman english medium maa bhanta gujju chhokrao gujarati bole ne gujaratimaa vaanche ne lakhe e bahu j jaruri chhe, shudhdha jodanini vaat pachhi
એન્જીન – અગ્ની રથ
પ્લેટફોમ – અગ્ની રથ વિરામ સ્થળ
ટિકીટ – મૂલ્યપત્રીકા
ટાઇ – કંઠ લગોટ (ગળા માં પહેરવા ની ટાઇ)
ટાઉન હોલ – શહેર નો વિશાળ ખંડ
સેંડવીચ – બે રોટલા વચ્ચે ભરેલો માવો
કોમ્યુટર , કેલ્ક્યુલેટર , એરકન્ડીશન
ઘણા બધા ના અર્થ ફરી ક્યારેક સમય લઇ
ભાષા ની માથાકૂટ માં અત્યારે પડવુ નથી ફક્ત શુધ્ધ ગુજરાતી ની મજા માડો. ઘણા અર્થ નો અનર્થ કરે છે તેમ છે. સમય ની સાથે ચાલો બાકી …..તો.
ચૌહાણ કમલેશકુમાર બી.