પ્રવૃત્તિશીલ નિવૃત્તિ

28 01 2007

નિવૃત્તિની વ્યાખ્યા

નિવૃત્તિ એટલે અર્થ ઉપાર્જન નો વિરામ.મનગમતી પ્રવૃતિ માં પ્રવૃત થવાનો સમય.

પ્રવૃતિ મનગમતી હોય

તેથી ઉંઘ ઘટે તે સ્વાભાવીક છે.સ્ફુર્તી વધે તે પણ સ્વાભાવીક છે.

સ્વ નવીકરણ

રોજ એક કલાક ગમતુ પણ અગાઉ ના કર્યુ હોય તેવુ કરો. જેમ કે સારા પુસ્તક વાંચો,ધ્યાન કરો કે વ્યક્તિત્વ વિકાસનુ પુસ્તક વાંચો કે ડાયરીમાં ફરી વાંચવુ ગમે તેવા સારા પ્રસંગો લખો.

હાસ્ય

નાનુ બાળક દિવસમાં ૫૦૦ વખત હસે છે અને પુખ્ત માણસ ભાગ્યે જ હસે છે.

ગમતી વાતો હાસ્ય જન્માવે.ખુલ્લા મને અરીસા સામે ખડખડાટ હસો કે હસાવો.

હાસ્ય મનને પ્રફુલ્લીત કરી શરીરના રસાયણોને સમતુલીત કરી તણાવ હલકા કરે છે.

કુટુંબ સમય

રવિવાર એટલે કુટુંબ સમય જો ઘર જુદા હોય તો સંપ જાળવવો અને દરેક્ના સુખ દુઃખની ભાળ રાખો માંગે તો જ માર્ગદર્શન આપો નહીં તો ખાલી કાન આપો

ખાલી મગજ એટલે શયતાન નુ ઘર

તેને કેન્દ્રીત અને સાબુત રાખવા દરેક પગલા ગણી ગણીને ચાલો. શાંત અને સ્થિર મગજ નિષ્ફળતાને ડારે છે. ઉતાવળિયો આગળ જઇને પાછો પડે છે.

સંકલ્પ શક્તિ

કહે છે ન્યુટન સ્થિર મગજથી કલાકો સુધી ધાર્યા રસ્તે ચિંતન કરી શકતો

મન એ ચંચળ મરકટ છે એને માલીક બનવુ ગમતુ હોય છે પણ તે નોકર જ રહેવુ જોઇએ.તેની કુદાકુદ નુકશાન ન પહોંચાડે તે હેતુથી તેનુ બુધ્ધીજન્ય રીતે નિયંત્રણ જરુરી છે. આ નિયંત્રણને સંકલ્પ શક્તિ પણ કહે છે.

કુટુંબની અંગત વાતો

જેવીકે સંપતિ,તબીયત અને મનદુઃખો ઘરની બહાર ન જાય તે ખુબજ જરુરી શીસ્ત છે

ઉણુ પેટ, ચાલતા પગ અને હસતુ મોં

એ સ્વસ્થ નિવૃતજીવનની આરસી છે જમ્યા પછી ખુલ્લા પાર્કમાં અડધો કલાક ચાલો.

એવુ કશુ જ ન કરો

 કે જેને લીધે તમારે નીચાજોણુ થાય કે ખુલાસા કરવા પડે કે માફી માંગવી પડે

જીવનસાથી એ જિંદગીનો ભાગીદાર છે

 તેનો આદર તેને સાચો પ્રેમ અને તેની ભાવનાનુ ઉન્નત બહુમાન એ જીવન જીવવાની કળા છે.

કુદરતનાં સાનિધ્યમાં રહો

તે નિત્ય નવી તાજગી અને સ્ફુર્તી બક્ષતા હોય છે.સુર્યોદય,દરીયાકીનારો કે હીમાચ્છાદીત ગિરિશૃંગો રોજીંદી જિંદગીનાં તણાવોને તાણી જઇ શકે છે.

ફળાહારી અને ઉણોદરી બનો.

તાજા ફળો અને તેના રસપાનથી તબીયત સારી રહે છે.

જાપાનમાં આયુષ્ય લાંબુ છે

અને તેના મુખ્ય કારણોમાં તેમનો હલકો ખોરાક જેવો કે ભાત સુપ અને ઘણુ બધુ પાણી તેઓ પીએ છે. (લગભગ ૧૨ ગ્લાસ પાણી)

સંતોષી નર સદા સુખી

ભૌતિક સંપતી ક્ષણિક સુખ અને અમર્યાદ દુઃખો આપે છે.

જ્યારે સંતો તેને ત્યાગીને અમર્યાસદ સુખો પામે છે.

સુતી વખતે બને તો શાંત સંગીત સાંભળતા 

સુવાનો પ્રયત્ન કરવો. ઘોંઘાટ ભલેને તે ટીવીનો હોય કે રેડિયાનો તે માનસીક તાણ વધારનારો હોય છે.

(સપ્ટેમ્બર 2006 માં યોજાયેલ વર્ડ ગુજરાતી કોંફરંસમાં આપેલ પ્રવચન ‘નિવ્રુત્તિમાં પ્રવૃત્તિનો ટુંકસાર)


Actions

Information

2 responses

29 01 2007
જય

વિજયભાઈ,

બહુ જ સરસ લેખ. બધાં એ જ વાંચી ને સૂચનો અમલ માં મુકવા યોગ્ય છે. સપ્ટેમ્બર 2006 માં યોજાયેલ વર્ડ ગુજરાતી કોંફરંસ ના બીજા પ્રવચનો વિષેની માહીતિ તમારી પાસે હોય તો જણાવશો.

જય

3 02 2007
Jugalkishor

આમ જોવા જાવ તો જેમના કોઈ વૃત્ત નથી તે નિવૃત્ત !!

પણ નિવૃત્તિની પ્રવૃતિઓ કાંઈ ઓછી નથી હોતી ને પ્રવૃત્તિને નિવૃત્ત રહીને જીવવાનો ગીતાજીએ આદેશ આપ્યો જ છે એટલે બધાની વચ્ચે જાળવી જાળવીને રહેવું એ આદર્શ.

આજિવિકાની નિવૃત્તિને જીવનનિવૃત્તિનું રિહર્સલ ગણતાં આવડી જાય તો કેવા જલસા થઈ જાય ?!

Leave a comment