ગુજરાતી નેટ જગત -વૈશ્વિક વાતચીત ઇ મિલન -૨

2 01 2007

દરેક ગુજરાતી બ્લોગ ચલાવતા મિત્રોનું એક વૈશ્વિક સ્તરે વાતચીત ઇ મિલન્ ૨૦૦૭ની ૬ટ્ટી જન્યુઆરીનાં રોજ આયોજાયુ છે. આ વખતનાં સંવાહક શ્રી સુરેશ જાની છે. અગાઉ જે મિત્રોએ ચર્ચામાં ભાગ લીધો હતો તે સૌને વિશાલ મોણપરા ચેટ રુમની લિંક મોકલી આપશે.
મુખ્ય ચર્ચાનાં વિષયો નીચે મુજબ હશે.
1.સેન્ટ્રલ રીપોઝીટરી માટેની આવશ્યકતાઓ – વાપરનારની દ્રષ્ટિએ અને ટેકનોક્રેટની દ્રષ્ટી એ
2.વાચકોની સંખ્યા કઇ રીતે વધારવી?
3.બ્લોગરો માટેની આચારસંહીતા( તાલિમ અને અન્યોન્ય સહાય)
4.જૂના ફોન્ટ માંથી યુનીકોડમાં રૂપાંતર / યુનીકોડ માંથી અન્ય ફોંટ
5.અન્ય કોઇ બાબત કે જેનાથી ગુજરાતી ભાષાનાં વિકાસમાં ટેકનોલોજી ઉપયોગી થઇ શકતી હોય તો તે કેવી રીતે અમલમાં મુકવી.ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષા કોમ્પ્યુટર દ્વારા શીખવા અને પ્રમાણભુત કરવા જરુરી કાર્યવાહી કરવી. સારી કૃતિઓને માણવા ટેકનોલોજીનો ઉપયોગ ઓડીયો વીડીયો ડીવીડી રુપાંતરણ વિગેરે વિગેરે(વિકીપીડીયા બનવુ નથી પણ આપણને જે જરુર છે તે ઉપલબ્ધ સરળતાથી થાય તેવુ બનાવવા માટે શું કરવુ જોઇએ તે ઉપર નો વિચાર.)

દરેક બ્લોગ ચલાવતા મિત્રોને વિનંતી કે હજી સુધી આપજો ગુજ્જુબ્લોગર ના યાહુ ગૃપ માં રજીસ્ટર ન થયા હો તો થઇ જવા વિનંતી (http://groups.yahoo.com/group/gujjubloggers)


Actions

Information

Leave a comment