બીના ચીડીયા કા બસેરા (3)-લઘુ નવલકથા

ટાઇટલ ફોટોઃ જયશ્રી ભક્તા
રીનાને શર્મીલામાસીનો નિરવ પ્રત્યેનો પ્રેમ ગમતા હતા પણ બીજલને મન તો તે નરી ઘેલછા હતી.તેને થતુ હતુ કે નિરવ તેના ભાગે ઓછો આવે છે કારણ કે સાસુમા જરુર હોય કે ના હોય નિરવની સેવા કરવા હંમેશા તૈયાર હોય જ અને તેથી ધાર્યુ એકાંત તો ઘરમાં મળેજ નહિ.
નવા નવા લગ્ન થયા હોય અને જે કોડ પુરા કરવા મન થનગનતુ હોય તેવી દરેક નાજુક ક્ષણે શર્મી માસી એક ય બીજા પ્રકારે બીજલ પાસેથી નિરવને ઝુંટવી લેતા હોય તેવો એક ભ્રમ બીજલને થઇ ગયો હતો અને તે વ્યંગ સ્વરુપે ક્યારેક નીકળી જાય તેથી નિરવને દુઃખ થતુ.
તે માનતો હતો કે મા અને પત્ની બે અલગ સ્થાન છે મા ને પત્ની વચ્ચે કોઇ સ્પર્ધા સંભવી જ ન શકે. જ્યારે બીજલ કહેતી લગ્ન પછી મહદ અંશે સાસુનુ આધિપ્ત્ય વધુ મજબુત થતુ હોય છે કારણકે વર્ષોથી જતન કરી ઉછરેલ દિકરો પત્ની ને સાંભળતો થઇ જાય તો સાસુની કિંમત ઘટી જાયને..વ્હાલ વહેંચાઇ જાય.
જોકે લગ્ન પછી સામાન્ય રીતે મા પોતાનુ આધિપત્ય સમજી ને ઓછુ કરતી હોય છે પણ શર્મી માસી કદાચ તે નહોંતા કરી શક્યા અને તેથી ક્યારેક બીજલના આ બળાપા તે સાંભળતા ત્યારે ગુસ્સામાં બોલી જતા
” નવ મહીના પેટમાં રાખી જનમ આપ્યો અને ત્યાર પછી ૨૫ વરસ તેને ભણાવી ગણાવીને મોટો કરીને તને સોપ્યો તેનો ઉપકાર માન.થરથરતી જાંઘે જનમ આપેલ છોકરા એમ કંઇ રાતો રાત ઓછ તારા થઇ જાય્?”
રમાબા કહેતા “શર્મીલા! છોકરો તારો ત્યાંજ સુધી જ્યાંસુધી તે નાનો હોય…ભુખ લાગે અને મા યાદ આવે અને ત્યાં સુધી જ માનો અધિકાર.બાકી તો છોકરાને પાંખો આવી એટલે ઉડી જવાના..
હવે જરા આત્મા સામે જો..નિજ કલ્યાણનાં રસ્તે વળો.”
શર્મી માસીને રમાબાની વાત જચતી નહિ કારણકે રમાબાની વાતો કથા વ્યાખ્યાનનાં ઉદાહરણો પરથી આવેલી અને મહદ અંશે બીન વહેવારીક હોય છે.આ દિશામાં એમનુ પોતનુ કોઇ ચિંતન નહિ તેથી જરા કૃધ્ધ આવાજે બોલ્યા
” જો રમા તારી વાત એની રીતે સાચી ભલે હોય પણ હું તે સ્વિકારીશ તેમ ન માનતી.આત્મ, ધર્મ અને નિજકલ્યાણની વાતો વૃધ્ધાવસ્થામાં ચારે બાજુથી ફેંકાઇ ગયેલાઓની મનની શાંતિ માટે રચેલુ ભ્રામક તરકટ છે.તે વાતો જ્યારે વૃધ્ધ થશે ત્યારે વિચારીશુ.હાલમાં એ વાતો કરી તુ વાત્સલ્ય અને રીનાને માની લાગણીઓ થી વંચીત રાખે છે.વહેવારની વાત એ છે કે આપણે આ ઉંમરે તેમનુ ધ્યાન રાખીશુ તો આપણે જ્યારે વૃધ્ધ થઇશુ ત્યારે તેઓ આપણો ખ્યાલ રાખશે.”
શર્મી માસી અને રમાબાની આ વાતો આમજ ચાલ્યા કરતી.અને મઝાની વાત એ હતી કે બંને એકમેકનાં હિતની વાતો કરતા પણ કદી તે વાતો પ્રમાણે બદલાતા નહિ.
નવી નવી બીજલ જ્યારે ઘરમાં આવી ત્યારે શર્મી માસી પણ તેના વખાણ કરતા થાકતા નહિ. મારી બીજલ તો રુપ રુપ નાં અંબાર સમી છે. બંને ને સાથે ઉભા રાખોતો એક દુજેકે લીયે ની જુગલ જોડી લાગે.મારા ઘરમાંતો સાક્ષાત લક્ષ્મીનો અવતાર જેવી વહુ આવી છે તેઓની આ સમાધીમાં તે એટલા આગળ વધી ગયા કે..લગ્ન પછી નિરવનાં હનીમૂનમાં પણ નિરવની સાથે નીકળવા તૈયાર થઇ ગયા.

waiting for the next episod…!!