બે સીટ વાળી સાયકલ-રમેશ શાહ

7 12 2006

    

                            

લેખક વિશે ટુંકી નોંધ.
રમેશ ભાઇ વલસાડ ખાતે નાટ્યક્ષેત્રે સક્રીય છે.અને ગુજરાતી નાટ્ય ક્ષેત્રનાં મોટા નામો જેવાકે સંજીવકુમાર્ પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાંતી મડીયા સાથે જુદા જુદા નાટકોમાં કાર્ય કરેલુ છે. કવિતા, અને ટુંકી વાર્તા એ ભુલાયેલ શોખો હવે નિવૃત સમયમાં ફરી જાગી રહ્યાનું પ્રમાણ છે આ ટુંકી વાર્તા.તેમણે ૨૮ એકાંકી અને ૩ ત્રીઅંકી નાટકો તેમણે ગુજરાતી નાટ્ય જગતને આપ્યા છે. 
 

      

વૃધ્ધાશ્રમ ના એક ખુણા માં પડેલી એક સાયકલ જોઈને નવાઈ લાગી. થયું અહી આ બે સીટ વાળી સાયકલ નું શું કામ ? કોણ ચલાવતું હશે? કુતુહલ થી મેનેજર ને પુછ્યું તો જણાવ્યું કે રૂમ નંબર અગીયાર માં રહેતાં દેસાઈ આવ્યા પછી થોડા જ વખત માં આ સાયકલ તેમને ઘરેથી મોકલવા માં આવી છે.હજુ તો હું મેનેજર સાથે વાત કરતો હતો ત્યાં એક વૃધ્ધ કપલ હાથમાં પૂજાની થાળી લઈને સાયકલ પાસે આવ્યુ. રીતસર સાયકલ ની પૂજા કરી, ચાંદલો કર્યો., હાર પહેરાવ્યો જાણે દશેરા એ પોતાની કાર ની પૂજા કરતાં હોઈ!    

કપલ પાછુ વળ્યુ. પાછા વળતા એકબીજા ના હાથ પ્રેમ થી પકડ્યા હતાં. તેમના ચેહરાં પર ની પ્રસન્નતા વાંચી શકાતી હતી. કુતુહલ વશ હું તેમની પાછળ પાછળ ચાલ્યો.. રૂમ માં દાખલ થતાં મને જોઈને એમની આંખ ચમકી.આંખ માં રહેલો પ્રશ્ન વાંચતા મેં મારી ઓળખાણ આપતાં નામ કહ્યુ અને હું આશ્રમ નો ટ્રસ્ટી છું એ પણ જણાવ્યું. તેમણે અભિવાદન કરતાં મને બેસવા માટે ખુરશી ખેંચી.

મારુ નામ અંબેલાલ દેસાઈ અને આ મારા પત્ની કુલજીત હું કંઈ બોલુ તે પહેલા જ સમજી જતાં તેમણે જ કહ્યું હું અનાવીલ બ્રાહ્મણ અને કુલજીત પંજાબી છે.મને સ્વાભાવિક આંચકો લાગ્યો. અને એ સમે તેં પહેલા બીજો આચકો તેમણે આપ્યો. અહી વૃધ્ધાશ્રમ માં અમે કંઈ દિકરા-દિકરી કે વહુ દિકરા ના ત્રાસ થી નથી આવ્યા કે નથી કોઈ અમને પરાણે મૂકી ગયું.અમે તો સ્વેચ્છા એ અહી એટલા માટે આવ્યા છીએ કે જીદંગી આખી જે રીતે ગુજારી છે, બાકી વષો પણ એજ મુગ્ધ મધુરપ થી એક્બીજા નાં સહવાસ માં જ પૂરા કરી શકીયે. ના કોઈ અમારી મશ્કરી કરે કે ના કોઈ અમારા પર હસે

આ બહાર પડી છે એ સાઈકલ જેની તમે પૂજા કરી.. મારાથી પૂછાય ગયું.

હા એ સાયકલ જ નિમીત છે અહી આવવા માટે મારી અકળામળ વધતી જતી હતી અને મારા ચેહરાને અંબુભાઈ વાંચી રહ્યા હતા, ’આપ પાણી પીશો ?’  તેમણે પ્રશ્ન કર્યો.ના જી પણ આપની વાતો સાંભળવા ની ઈચ્છા જરૂર છે.કદાચ વાતો થી તરસ સંતોષાશે’.  મેં હસી ને જવાબ આપ્યો. બાપા ની ઉંમર હશે લગભગ ૭૫ થી વધુ પણ તેમના પત્ની વધુ નાના લાગતા હતા.

સાહેબ, તમે બે શીટ વાળી સાઈકલ વિષે પુછતાં હતા ને? મેં હા પાડી એટલે તેઓ આગળ બોલવા જતાં હતાં એ કંઈ બોલે તે પહેલાં મેં નમ્રતા થી જણાવી દીધું કે મારું નામ જતીન શાહ અને મને સાહેબ ન કહો હું તો આશ્રમ નો ટ્રસ્ટી એટલે સેવક છું મને નામ થી જ બોલાવશો તો વધુ ગમશે.

ફાઈન, તો જતીન હું શાળા માં શિક્ષક અને કુલજીત મારા કરતાં નાની, નાની એટલે ઘણી નાની

બાર વરશ નો ફરક છે અમારા બેની વચ્ચે  રસોડા માં જતાં કુલજીત બોલ્યા. આટલું શુધ્ધ ગુજરાતી સાભળી ને મને નવાઈ લાગી.. હું ગુજરાતી નો શિક્ષક અને મારા જ ઘરમાં ગુજરાતી ન બોલાય એ વાત જ મને ગળે ન ઉતરે એટલે દરરોજ રાતનો અમારો કાર્યક્રમ જ ગુજરાતી ભાષા વિષે રહેતો. ગુજરાતી કવિતા , વાર્તા, ગઝલ, શાયરી ની જ વાતો. પણ દુ:ખ એ વાત નુ છે કે મારા વારસ માં હુ એ રુચી કેળવી ન શક્યો.

એમની વાત માં મને ડંખ જેવું લાગ્યુ. વાત નો દૌર આગળ ચાલ્યો અને તેઓ ભૂતકાળ માં ખોવાય ગયા.

એમના પ્રેમ લગ્ન હતાં. ફુલજીત બેંક માં નોકરી કરતા. બંન્નેનો નોકરી નો સમય એક જ. સ્કૂલ અને બેંક પણ નજીક નજીક. પહેલાં તો બેઉ પોતપોતાની સાયકલ ઉપર નોકરી એ જતા, સાંજના ઘરે પાછા આવતાં કુલજીત ને મોડુ થતું અને દેસાઈ સાહેબ નો પિત્તો જતો. બંન્નેની સાયકલો વેંચી ને બે સીટ વાળી સાયકલ ખરીદી. બંન્ને ઘરે થી સાથે નીકળે અને ક્યારેક કુલજીત ને મોડું થાય તો પણ બંન્ને સાથે જ ઘરે પાછા આવે.

આ બે સીટ વાળી સાયકલ નો કેટલો ફાયદો; પૈસા બચે, સમય સચવાય, કોઈ એ કે ભાર વેંઢાંરવો ન પડે અને સૌથી મોટો ફાયદો તો એ કે એક બીજા નાં સંગાથે રસ્તો કપાય જાય. ઘર સુધીનો રસ્તો દરરોજ સાયકલ પર ક્યારે પૂરો થૈ જતો એની ખબર જ નહોતી પડતી. દેસાઈ એક શ્વાસે બોલી ગયા.

 સાયકલે અમને પાછા પ્રેમમાં ભીજવ્યા, સાયકલ ઉપર સવારી કરી હોય ત્યારે અમે અમારી જાત ને બધા કરતાં વધુ નશીબદાર માંનતાં , કુલજીત ની આખો ના ભાવ હું વાચી રહ્યો. સાયકલ હતી તો રીટાયર્ડ થયા પછી તો સાંજ ના ફરવાં જવું કે મંદીર દર્શન કરવા જવું કે બજાર માંથી શાકભાજી લાવવું એ પણ સાયકલ ઉપર જ. અને એ પણ અમે બંન્ને સાથે. મહોલ્લામાં કદાચ લોકો અમારી પાછળ હસતા પણ અમને એની તમાં ન હતી. 

કુલજીત ની ફ્ર્સ્ટ ડીલીવરી વખતે એને હોસ્પિટલ પણ આજ સાયકલ પર લઈ ગયો હતો

અને મારા સંજુને આજ સાયકલ ઉપર લઈને હું ઘરે આવીતી બંન્ને વાતો કરતાં કરતાં જાણે ખોવાય જ ગયા સંજુ તમારો દીકરો…. મેં પુછ્યું

હવે માં ની આંખ ના આંસુ બોલતા હતાં ને હું સાંભળતો હતો.

છેલ્લા પાંચ વર્ષ થી અમેરીકા છે.કેટલા ઉમંગ થી તે દિવસે ફોન માં સંજુ એ કહ્યું હતું કે મમ્મા ઈન્ડીયા આવીને મારે અને સપના એ તારી અને પપ્પા ની પેલી બે સીટ વાળી સાયકલ પર પાછા પ્રેમ માં પડવું છે

અંબુકાકા મન મક્કમ કરી ને બોલતાં હતાં એ આવવાનો હતો ત્યારે મેં સાયકલ ને ઓઈલીંગ, પોલીસ બધુ કરાવી રાખેલું. પણ તે દિવસે શું થયું કે બંન્ને સાયકલ પરથી પડ્યા. સપના નો દુપટો લપેટાય ગયો અને સંજુ ને પણ સારું એવું વાગ્યુ હતું.

બીજે જ દિવસે ઘરનાં આંગણા માં એક મારુતી ફ્રંનટી…. વ્હાઈટ કલર ની આવી ને ઊભી રહી.. પપ્પા આજ થી તમારે સાયકલ નથી ચલાવવાની બલકે હું તો કહું છુ કે હવે સાયકલ વેંચી જ નાખો અને ડ્રાઈવીગ શીખવા માંડો , હું જાઉ એ પહેલા તમારુ ડ્રાઈવીંગ લાયસન્સ લઈ લઈશું. પછી તમે અને મમ્મી ગાડી માં જ ફરજો.

મે બહુ પ્રય્ત્નો કર્યા પણ હું ગાડી ચલાવી જ ન શક્યો . ગાડી નું સ્ટીયરીંગ મને સાયકલ ના ગવર્નર કરતાં ભારે લાગતુ. સંજુ ને તો હું સમજાવી ન શક્યો કે સાયકલ ઉપર ખુલ્લી હવા માં જે રોમાંચ હુ અને કુલજીત અનૂભવીયે છીયે તે મારુતી ના એરકંડીશન માં નથી. પ્રેમ ની જે પરાકાષટા સાયકલ પર કુલજીત ને પાછળ બેસાડી ને માણી શકું છુ, એક બીજા નો બોજો વેચી ને જીંદગી ની મજલ કાપવાની તમન્ના સાયકલ જ આપે.ગાડી નહી. અમારા માટે તો આ બે સીટ વાળી સાયકલ જ મારુતી છે એ એને હું ન સમજાવી શક્યો અંબુભાઈ આગળ બોલે તે પહેલાં માં બોલ્યા.અને એ પાછો અમેરિકા ચાલ્યો ગયો. હવે જ્યારે જ્યારે ફોન કરીને પુછે છે ત્યારે એટલું જ કહીયે કે અમે સુખી છીયે.

આંખ ભીની થઈ હતી એ લૂછતાં બાપા બોલ્યા જૂના ભાડા ના ઘરમાં એની બહુ યાદ આવતી ત્યારે હું અને આ સાયકલ હાથ થી જાલીને ચલાવતાં પેંડલ મારીને ચલાવવાની તાકાત નથી રહી હવે. અમને સાયકલ દોરી જતાં જોઈને લોકો અમારી મશ્કરી કરતાં. અમારી લાગણીઓ ને સમજવાવાળો તો દૂર છે ને?

બસ પછી તો અમે એ ઘર ખાલી કરી ને તમારા આશ્રમમાં આવી ગયાં અને સાથે અમારી સાયકલ પણ લેતાં આવ્યા. હવે તો દોરી ને લઈ જવાની પણ શક્તિ નથી રહી એટલે દરરોજ એ સાયકલ ની પૂજા કરીયે છીયે જેણે અમને જીવન ભર સાથ આપ્યો અને હું અને કુલજીત એકબીજા નો ભાર ઉપાડતા જ આ દેહ છોડીયે.

હા જતીન ભાઈ સાયકલ જાણે અમને કહેતી ન હોય કે તમે રાજ રાણી ના ચીર સમ…અમે રંક નાર ની ચુંદડી, તમે તન પેરો ઘડી બે ઘડી અમે સાથ દઈયે કફન સુધી

હું કુલજીત ના ભાષા જ્ઞાન અને આ કપલ ની લાગણીઓને મનોમન વંદન કરી ત્યાંથી નીક્ળ્યો સામે જ મેં બે શીટ વાળી સાયકલ જોઈ અને જોતો જ રહ્યો.

      


Actions

Information

14 responses

8 12 2006
amitpisavadiya

સરસ સંવેદનશીલ વાર્તા, અભિનંદન…

9 12 2006
સુરેશ જાની

હું ય 63 વર્ષનો છું , એટલે વાંચવાની બહુ મજા આવી.

9 12 2006
Raman Contractor

Dear Rameshbhai ,
Very much happy to read the story .
Excellent , a real heartfelt story .
Congretulations .
Thank you for mailing the Story .
Ramanbhai Contractor .

10 12 2006
Kaushal Shah

Nice article – Kaushal.

10 12 2006
chandu shaah saudgar

samvendan bharee vaartaa
maanvee naa jeevan maan saadagee
aney nirdambhataa ni vaat

11 12 2006
Rajesh

Nice Story, I mean such a nicely narreted, and reading on internet! is realy a new experience. Rameshbhai I must congratulate you for hi-tech addoption and serving world the true value of life by this story.
Thanks for remembering me & sending the E-mail.

11 12 2006
HARISH SETHNA

RAMESHBHAI, YOU LOOK LIKE BILL GATES. ALTHOUGH I HAVENT READ THE STORY BUT YOUR NEW CONCEPT IS ADMIRABLE. KEEP IT UP. JAI JINENEDRA.

LN SETHNA

11 12 2006
Dr. Pankaj Gandhi

Very touch and really, it gives an idea of how one can leave a life after retirement
regards
Dr. Pankaj Gandhi
Surat

11 12 2006
Dhaval

Very good story. Enjoyed reading it !

Dhaval.

12 12 2006
Urmi Saagar

Wow… really a great story!
Enjoyed very much!!

Thanks Vijaibhai!

12 12 2006
Kiritkumar G. Bhakta

have bija shabdo vamna pade…

13 12 2006
swati sheth

Good story, does it reminds your lovestory too??

13 12 2006
swati sheth

good story.

13 12 2006
Hiral

Bbe Seat Wali cycle-A Symbol of Love
Sweet and Sentimental.Its a story of how one gets along the relationship in true way.
I will only say that you really have an art to share nice things with people.

Leave a comment