ભાગ લેનારા
શુભચિંતક
રતીભાઇ ચંદેરીયા (લંડન)હર્નીશ જાની (ન્યુ જર્સી )
ટેક્નોક્રેટ બ્લોગર્સ
મેહુલ ( ઓસ્ટ્રેલીયા) કાર્તીક ( મુંબઇ ) વિશાલ (હ્યુસ્ટન) અને કીશોર રાવલ ( કનેક્ટીકટ)
શુભચિંતક/ ટેકનોક્રેટ બ્લોગર
સુરેશ જાની ( અર્લિંગ્ટન ) ડો ધવલ શાહ (ઍટલાંટા)જયશ્રી ભક્તા(લોસ એન્જેલસ્) અમીત પિસાવડિયા (ઉપલેટા) ઉર્મિસાગર (ન્યુ યોર્ક) વિજય શાહ ( હ્યુસ્ટન) નિલમ દોશી (કલક્તા)
જુગલ્ કિશોર વ્યાસ(અમદાવાદ) હરીશ દવે (અમદાવાદ).
આમંત્રીત ટેક્નોક્રેટ અને શુભચિંતકોની પ્રથમ ચેટ કોન્ફરંસ જરુરી આશાવાદ સાથે સંપન્ન થઇ. સમય કરતા વહેલી શરુ થયેલ અને સમય કરતા મોડી પુરી થયેલ આ ચર્ચા સભા વિષય પ્રત્યેનો રસ દર્શાવે છે
સૌ પ્રથમ તો ભાગ લેનાર સૌનો હું અને વિશાલ આભાર માનીયે છે.
મુ. રતિભાઇ ચંદેરીયાનાં આશિર્વચનો સાથે શરુ થયેલ ચેટ્ ને શરુ કરતા કહેવાયુ હતુ કે પોતાનો પરિચય આપે અને ચર્ચા શરુ થઇ.
૧. મેહૂલ અને વિશાલ Central repository system વિશે ચર્ચા કરતા હતા ત્યારે વિકિપીડીયા તે કામ કરે છે તેવો મુદ્દો ઉઠાવાયો. ચર્ચામાં વિકિપીડિયા ઉપરાંત ગુગલ પણ આ કામ કરે છે તેવુ કહેવાયુ. વિશાલ, કાર્તિક અને ધવલ છેલ્લે એવા નિદાન પર આવ્યા કે પ્રાયોગીક ધોરણે જે બ્લોગર મિત્રો પરવાનગી આપે તેમને માટે તેમના બ્લોગ ઉપરાંત આ પધ્ધતિ ઉપલબ્ધ કરાવવાનુ જેથી લાંબે ગાળે કોઇક સંશોધન માટે ડેટા આપણી રીતે આપણે સંશોધીત કરી શકીયે.
૨. યુનીકોડ ફોંટ માટે મહદ અંશે સૌ એક મત હતા તેને પ્રચલીત અને પ્રસિધ્ધ કરવા અને જે લોકો પાસે તેમના ડેટા બીજા ફોંટ્માં છે તેના રુપાંતરણ માટે કન્વર્ટર પ્રાયોગીક ધોરણે વિશાલે તેની સાઈટ www.gurjardesh.com પર મુક્યા છે. આ કઠીન કામ છે અને તેને માટે સૌએ સહકાર આપવાનુ નક્કી કર્યુ છે. હાલ જે ફોંટ રુપાંતરીત થાય છે તેમાં ૯૦% સફળતાનો દર છે. તેમા રહેલી ત્રુટીઓ દુર કરવા જે તે વાપરે તેનો અભિપ્રાય જરુરી છે.
૩ જેઓ આ કાર્યમાં ઘણા સમયથી છે તે સૌનો સમય અને કાર્ય પધ્ધતીને સન્માન અપાયુ જેમાં કેસૂડા, ઝાઝી,રીડગુજરાતી, ગુજરાતી લેક્ષિકોન અને લયસ્તરો મુખ્ય હતા. એસ વી અને ઑટલો agrigrator તરીકે નોંધનીય કાર્ય કરે છે.તેઓની પાસેથી હજી નવુ વધારે વ્યવસ્થીત મળશે તેવો આશાવાદ છે.૧૭૦ જેટલી પરિચયોની સંખ્યા સાથે ગુજરાતી સારસ્વત પરિચયો અને તેમની પ્રેરણાથી ચાલતા અન્ય બ્લોગોને લીધે માન ભર્યુ સ્થાન દ્રષ્ટા (visionary) તરીકે સુરેશ જાની ને અપાયુ. અને નક્કી થયુ કે બ્લોગ જે વર્ગને આકર્ષે છે તે વર્ગોને દરેક પ્રકારની વિવિધતા મળે તેવો પ્રયત્ન હજી મોટા પાયે કરવો કે જેથી વાચક સંખ્યા આજે છે તેના કરતા દસ ગણી થાય.
૪.અન્યનાં લખાણોને વેબ ઉપર મુકતા બ્લોગરોને કાયદાકીય ગુંચમાં ન પડાય તેવા લખાણો મુકવા માટેનુ સુચવાયુ અને બને તો તે લેખક કે પ્રકાશકની પરવાનગી મેળવીને પ્રકાશન કરવાનુ સુચવાયુ જેમાં મત મતાંતર છે પણ સમયને અભાવે આ ચર્ચા આવતા મહીનાનાં પહેલા શનીવાર ઉપર મુલ્તવી રહી.
વિશાલ ટીમ લીડર તરીકે સફળ રહ્યો
ફળશ્રુતિ: પ્રારંભીક પ્રયાસ સુચવે છે કે ગુજરાતી નેટ જગતની જરુરીયાત છે અને તેને માટે વ્યવસ્થીત કાર્યવાહી નિર્ધારીત લક્ષ્ય સાથે કરવી જોઇએ.ટેક્નોક્રેટ વર્ગ વધુ સુચનો સાથે ફરી મળશે.
ખુબ ખુબ અભિનંદન , વિજયભાઇ! આ પ્રક્રિયા હવે દર મહિને ચાલુ જ રાખજો. જ્યાં સુધી આપણા ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જ નહીં પણ સતત આ પ્રક્રિયા ચાલુ રહેશે તો જ આપણે સમયની સાથે રહી શકીશું.
બે કલાક ચાલેલા આ સમ્મેલનનો અહેવાલ તમે બહુ સરસ રીતે ટૂંકમાં આપ્યો.
આવતી મીટીંગમાં શું કરવું તેનો એજન્ડા બનાવશો.
Thanks for leading the meet!
Quite informative! … Harish Dave Ahmedabad
kadach pahelu evu seminar hase k j samy karta pahela saru thau hase ane samay karta modi puru thai hase. bas etli j vinanti tya hajer rahela badha mahanubhvo ne k aa karya ne koi shrte atkavta nahi. bas bhgvan ne ej prarthna k amari shkti tamne aape. khub khub abhinanden.