આજે ગુજરાતી નેટ જગત સંમેલન

2 12 2006

  

હેતુ

§         માતૃભાષા ગુજરાતીને એક્વીસમી સદીમાં ધડાકે બંધ લઇ જવા કંઇક સાથે કરીયે
§         કદાચ નવા માધ્યમો મોંઘા હશે..અઘરા હશે પણ જાણકારોને સાથે લઇ નવુ કંઇક કરીયે
§         જેમણે અત્યાર સુધી જે કર્યુ છે તેને સન્માન અને તેઓ હજી નવુ શું કરી શકે તે સાંભળી ઘટીત કરવા યોગ્ય બધુ કરીયે


 સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલ કર બોઝ ઉઠાના..મારુ પ્રિય ચિત્રપટનું ગીત હંમેશ મને સહકાર એકતા અને સફળતાનો સંદેશ આપે છે

અપેક્ષા
§         જે આપી શકે છે તેમની પાસેથી માર્ગદર્શન

§        જે કરી શકે તેમ છે તેમને તેમની રુચી મુજબનુ કાર્ય દર્શન્

§        જે આપી શકે છે  અને જે કરી શકે છે તે બંને વચ્ચેનો વિચાર સેતુ ટકાવી શકાય તેવા પ્રયત્નોથી મા ગુર્જરીને વૈશ્વિક સ્તરે વિકસીત કરવાની. 

જેમને આમંત્રણ મળ્યા છે અને જેઓ આ ચર્ચામાં સક્રિય થવાનાં છે તે સૌને વિનંતિ ચર્ચા મુદ્દાસરની અને ખુલ્લા મનથી કરશો.

આ પહેલો પ્રયત્ન છે અને તેથી વણ જોઇતી ગેરસમજો ન થાય તેટલા પુરતુ વધુ કહેવુ હોયતો બ્લોગનો સીધો ઉપયોગ ન કરતા ઇ મેઇલ દ્વારા મને કે વિશાલને જાણ કરશો.

ચાલો.. સૌની વાતને સાંભળવા અને તે દ્વારા ગુજરાતી ભાષાનાં તકનીકી વિકાસમાં ભાગ લઇએ.    

અપેક્ષિત ફળશ્રુતીનેટ જગત દ્વારા એકમેકની ઓળખ, નવી દિશા અને પ્રશ્ન તમે મા ગુર્જરીનાં વિકાસ માટે શું કરી શકશો? નો જવાબ. 

પહેલો પ્રયત્ન છે. શક્ય છે કોઇ ક્ષતિ રહી જાયે તો આગોતરી માફી માંગી લઉ


Actions

Information

2 responses

3 12 2006
હરીશ દવે

The Chat Conference has served the initial purpose of bringing us face to face yesterday on the NET! Celebrate the success!
Why are you silent, Vijay bhai!

I have appreciated FIRST Chat Conference of Gujarati Net Jagat today at MADHUSANCHAY.

….. Harish Dave Ahmedabad

3 12 2006
સુરેશ જાની

તમારો મીટીંગનો રીપોર્ટ અહીં પણ આપો તેવી વીનંતિ.

Leave a comment