Home > કવિતા, તમે એટલે મારું વિશ્વ, વિજય શાહ > મારા માધવે સુખ નો દિ’ ના ભાળ્યો રે!

મારા માધવે સુખ નો દિ’ ના ભાળ્યો રે!

  

જન્મ થયોને રોતા મા બાપ, મામો કંસ મોતનુ કારણ માને રે!

દેવકી મા ની કોખ મુકી જાવુ પડ્યુ યશોદા અને નંદને ગામે રે!

 

બળરામ મોટા ભાઇ છતા પુતનાથી કર્યુ યુધ્ધ બાળ વયે રે!

 કર્યો ધ્વંશ શીશુપાલ અને જરાસંઘનો, ને કંસ નાશ સાથે રે!

 

રુકમણી અને  ૧૬૧૦૮ રાણી છતા  રાધા સાથે પ્રિત્યુ બાંધી રે!

જંપ હોયે ક્યારે મુરારીને જ્યાં નારદ આવી  પલીતો ચાંપે રે!

 

સાચનો પક્ષ લીધો ને મહાભારત રચાયુ દ્રૌપદીનાં ક્વેણે રે!

ભરી સભામાં જુગટુ રમતા દ્રૌપદીનાં વસ્ત્રાહરણને ટાળ્યુ રે!

 

અર્જુન સમ સખાને સુભદ્રા સોંપી, યુધ્ધે ગીતાગાન કર્યુ રે!

કર્મનુ મહા જ્ઞાન દઇ વૈષ્ણવ સંપ્રદાય ધર્મને ઉપદેશ્યો રે!

 

યાદવો કાજે દ્વારકા રચાવી, રણછોડનુ મહેંણુ માથે લીધુ રે!

યાદવો કપાઇ મુઆ અંદરોઅંદર,પારધી એ તીર માર્યુ રે!

 

સુદામાજેવો સખો ક્યારેક દે સુખ જરા તો રુકમણી ઝાલે હાથ રે

કવિઓને પણ એક જ વાત સુઝે, રાધા અને મીરા જ દુઃખી રે!

 

સુખદાતા માધવ જેના સખા તે દુઃખી હોય તે કેમ ચાલે રે!

કહે ભગતઆજે મારા માધવે સુખ નો દિના ભાળ્યો રે!

 

કીરીટ ભક્તની વિચાર શૈલી અને સુચનોથી સર્જાયેલ આ કાવ્યમાં ભગતનામાભીધાન તેમનુ છે.

  1. gopal h parekh
    December 1, 2006 at 1:39 am | #1

    savarna pahorman madhavnun milan, khub j aanand , nand gher aanand bhayo
    aam j chalu rakhjo
    gopal

  2. December 1, 2006 at 3:48 am | #2

    સુંદર કવિતા છે, વિજયભાઇ!

    ખામી બતાવવાનો મારો કોઇ ઇરાદો નથી પરંતુ વાંચતા વાંચતા જે તરત વિચાર આવ્યો તે અહીં રજૂ કરું છું…

    રુકમણી અને ૧૬૧૦૮ રાણી છતા રાધા સાથે પ્રિત્યુ બાંધી રે!

    આ પંક્તિ વાંચી મને તરત થયું કે, પણ કૃષ્ણએ તો રાધા સાથે પ્રિત બાંધી હતી- રુકમણી અને ૧૬૧૦૮ રાણીઓના પહેલાં… ?? એટલે એ સરખામણી કેવી રીતે શક્ય બને?

    કંઇક વધુ લખાય ગયું હોય તો માફ કરશો…

  3. સુરેશ જાની
    December 2, 2006 at 12:11 pm | #3

    કિરીટભાઇની કવિતા … ‘માધવની પીડા’ પીરસશો?

  1. No trackbacks yet.