28 November 2006
છેલ્લા ૧૫ દિવસોમાં આટલા બધા ઇ મેલ અને આ અભિપ્રાયોનાં ધોધને ઝીલતો ઝીલતો હું કંઇક નક્કર દેખાતી કાર્યભુમી તરફ પ્રયાણ કરતો દેખાઇ રહ્યો છુ.
સૌ પ્રથમ તો આપ સૌનો માતૃભાષા પ્રત્યેનાં અહોભાવ બદલ આભાર.
શ્રી વિશાલ મોણપરા તેમની તકનીકી સહાય વડે આપણને સૌને CHAT CONFERANCE તરફ લઇ જઇ રહ્યા છે તે બદલ પહેલા એમનો આભાર માની લઉં છુ.મારા આ ઇ-મેઇલ થી હવે પછીનાં technological guidance તેઓ આપશે. ઓસ્ટ્રેલીયા થી કેલીફોર્નીયા વચ્ચે થનારી આ Chat Conferance નો સમય ગાળો દરેકને થોડી તકલીફ તો આપશે પરંતુ તે પ્રારંભીક તકલીફો સહ્ય કરી આપ સૌને ૨૧મી સદીનાં આ સંમેલનમાં પધારવા / ભાગ લેવા ભાવ ભર્યુ આમંત્રણ અને અભિનંદન!
કેટલીક આચાર સંહીતા આપણે સ્વયંભુ સ્વિકારીશુ
દરેક ભાગ લેનાર બ્લોગરો નો ટેકનોક્રેટ વર્ગ પહેલા ચર્ચા કરી તેઓ શું કરી શકે તેમ છે અને તેમની મર્યાદાઓ શું છે તે કહેશે આ ચર્ચા લગભગ એક કલાકની હશે.બીજા કલાકમાં બીન ટેકનોક્રેટ અને ટેકનોક્રેટ સહીયારી ચર્ચા કરી જે હાલમાં છે તેથી વધુ રુડું કેવી રીતે થઇ શકેની વાતો કરીશુ. આ એકમેકને ઓળખવા networking ની તક છે શક્ય છે યોગ્ય તક તેમાંથી જન્મી પણ જાય ( આ મારો આશાવાદ છે)
હરીશભાઇ દવેની વાત અહીં ફરીથી લખુ છુ “સૌ મિત્રોને એક જ વિનંતી કે વિવાદાસ્પદ મુદ્દાઓને ચર્ચવામાં થોડો સંયમ રાખે. જો આવા મુદ્દા હમણાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બને અને આપણે તેની ચર્ચા પાછળથી યોગ્ય સમયે કરીએ તો સારું પહેલાં આપણે એકબીજાને ઓળખીએ, નજીક આવીએ, એક થવાનો પ્રયત્ન કરીએ. પછી તમામ પ્રશ્નો ચર્ચી ઉકેલ લાવી શકીશું. આ મારો અંગત મત છે. દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાનો હક્ક છે. આપણે સાંભળીશું.”
ધન્યવાદ
જય ગુજરાત
વિજય શાહ
abhinandan. i dont know…what i can do.but whatever i can do… i will.
મને આવી કોંફરન્સ ક ઇ રીતે થય તેની કોઇ માહીતિ નથી . તો સમયસર મારે ક્યારે શું કરવાનું તે જણાવશો.
conference ma jodava maaTe no samay ane instruction jarurthi mokalsho…
સ્નેહી શ્રી વિજયભાઈ,
આપ મારી વાતના હાર્દને બરાબર સમજ્યા છો. આપણે સ્પષ્ટ હોઈશું તો સૌ સમજશે. વહેલામોડા કાંઈક તો પરિણામ મળશે.
શુભેચ્છાઓ સાથે … હરીશ દવે અમદાવાદ
[...] શ્રી વિજયભાઈ શાહ ચેટ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. શ્રી વિશાલ મોણપરાના ટેકનિકલ સહયોગમાં યોજાનાર ગુજરાતી નેટ જગતની આ પ્રથમ ચેટ કોન્ફરન્સ સફળ થાય તે અર્થે “મધુસંચય” તરફથી શુભેચ્છાઓ. … હરીશ દવે અમદાવાદ [...]
aa chat conference babat marun nolej khub j maryadit ,lagbhag nahivat chhatay prayatna karish but i am always with u in service of maa gurjari ,keep it up, aavjo
gopal
થેન્કસ, વિજયભાઇ..
I will be there..
સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદનો. શાણી વાણીને આટલો પ્રેમ ઘણા સમય પછી મળશે એવું અનુભવી રહ્યો છું. દુનિયાભરમાં આ રીતે ગુજરાતીઓ પોતાની ભાષાની ચિંતા કરીને એને વિશ્વભાષાઓ સાથે બેસાડવા મથી રહ્યા હોય ત્યારે આ પ્રયોગને શુભેચ્છાઓ જ નહીં, અંતરનો ઉમળકો આપીને વધાવી લેવાનું અનિવાર્ય ગણાય. આ સભા ગુજરાતી ભાષાના ઇતિહાસમાં મહત્વ ધરાવનારી બની રહો. ભાષા-પ્રેમ; વિજ્ઞાનની સુવિધાઓ ; માનતા હોય એમને માટે ઇશ્વરની કરુણા અને ખાસમ્ ખાસ તો પુરુષાર્થ એ આ સભાની સફળતાની ભેરે રહેશે. આપ સૌ આયોજકોને અને હાજર રહેનારને મારા સાદર નમસ્કાર. જુગલકિશોર વ્યાસ. j_jugalkishor@yahoo.co.in/jjugalkishor@gmail.com
tamare pan hajjar rahevanu Chhe
હું આ ક્ષેત્રમાં નવો પણ ભાષાનો શિક્ષક – અધ્યાપક હતો તેથી મારું જ કાર્ય થઇ રહ્યાની અનુભુતિ કરી રહ્યો હોઉં ત્યારે હાજર ન રહેવાનો તો પ્રશ્ન જ ક્યાંથી રહે ?!મળીશું જ. જુગલકિશોર.(હું ઉંઝા જોડણીનો છું છતાં સૌ સાથે સૌની રીતે રહેવા મથું છું;હરિશભાઇએ લખ્યું તેમ હું પણ કહીશ કે આજે સૌ પોતાની માન્યતાઓને નહીં પણ ભાષાના ભવિષ્ય અને ભલા ને જ નજર સમક્ષ રાખે એવી નમ્ર વિનંતિ છે.જુ.)
ખૂબ સુંદર લખ્યું છે તમે. અભિનંદન
રતિલાલ ચંદરયા
ઘણું જ સુંદર કામ. આભાર. છેલ્લામહિનાઓ માં ઘણું બધું થવા માંડ્યું છે, એમાં થી કઈક સુંદર પેદા થશે એની મને પુરેપુરી ખાત્રી છે.પુરી ટીમને અભીનંદન.
મહેન્દ્ર શાહ.
સ્નેહીજનો, ( ગઇકાલનાં સૌને મોકલું છું;કાર્તિકભાઇનુંસરનામું નથી)
જીનક્રિસ્તોફ નવલકથામાં બે પાત્રો લાંબા ગાળા માટે છુટાં પડતાં નક્કી કરે છે, આટલા લાંબા ગાળા દરમિયાન મળીશું શી રીતે ? નક્કી એવું થાય છે કે સામે અત્યારે આકાશમાં જે તારો ઉગેલો છે તે કાયમ ત્યાં જ ઉગવાનો છે; દરરોજ આપણે બરાબર આ જ સમયે એ તારા સામે જોઇશું,નજરને ત્યાં ઠેરવીશું ને એમ મળતાં રહીશું,નજરોથી!!
આ જ વાત (કદાચ ત્યાંથી જ ઉપાડીને) ઉમાશંકર એક કાવ્યમાં કહે છે: “પ્રતીચીને ભાલે ટીલડી ટમકે શુક્રકણિકા…(વચ્ચે યાદ નથી) અને છેલ્લે કહેછે,”ઉભય મળીશું આપણ ત્યંહીં!”
આકાશના તારાને નિશાન બનાવીને પ્રેમી-જનો મળે; આપણે સૌ ગજરાતી-પ્રેમી (જનો)ઇતિહાસમાં પ્રથમવાર આકાશ માર્ગે મળ્યાં.એને ઐતિહાસિક બીના બનાવીને હવે નક્કર કાર્યક્રમોની પણ વિચારણા કરીએ,તો કેમ?એ પણ ભાવિમાં ઐતિહાસિક જ બની રહેશે !
આપણી પાસે જુદાં જુદાં જૂથોમાં,જુદી જુદી કાર્ય-પ્રવૃત્તિમાં,જુદી જુદી શૈલીથી કામ કરતાં લોકો છે. પણ મઝાની એક વાત પણ છે કે બધાં જ એક પ્રેમ તાંતણે,ભાષાના અતૂટ-તાંતણે,બંધાયલાં છીએ.સૌના ફોંટ્સ ભલે જુદા હોય, ટેકનીકલી એક જ ઘાએ સૌ એક બીજાંને ભલે વાંચી શકતાં ન હોય; પણ ભાષા-ઝંખના આ બધા પ્રશ્નોને હલ કરી આપશે જ, જો જો. ગઇકાલ એ જ વાતની સાહેદી પૂરે છે.
આજે ‘કાવ્ય-સૂર’ દ્વિતીય વર્ષ પૂરું કરી તૃતીયસ્થ બની રહ્યું છે.એને અને એવી અનેક પ્રવૃત્તિઓને કંઇક ભેટમાં આપવું નહીં પડે?!ભારતીય બંધારણની જેમ આપણે જ ખુદ,આપણું બનાવેલું-સર્જેલું આપણને સોંપીએ.આ ગઇકાલનો આપણને મળેલો,વણ લખ્યો સંદેશો છે.એને વાંચીએ,ઓળખીએ,અપનાવીએ.
વડીલો સુકાન સંભાળે; તજજ્ઞો તજવીજ કરતાં રહી સતત સંશોધન અને શોધન કરી આપતાં રહે; સર્જકો કલમ ચલાવતાં રહીને ગઇકાલની મોટી મુંઝવણનો,કૉપીરાઇટ્સનો પ્રશ્ન આપોઆપ હલ કરી આપતાં રહે; આયોજન-નિષ્ણાંતો સમગ્ર પ્રવૃત્તિને ગોઠવી આપીને સંચાલનમાં વડીલોની હાથ-લાકડી બની રહે……. ને,
હા,,,,,,ને! ને એમ આવતીકાલનાં,વિશ્વભરમાં ફેલાયલાં,ગુજરાતી શબદને ઝંખતાંસૌ કોઇ ગુજ-પ્રેમીજનોને આપણે જ સર્જેલી,કોઇની ય ઓશિયાળી નહીં એવી ગુજરાતી-રચનઓ પીરસતાં રહે !!!
આપણને કોણ રોકે છે ? કયું તત્વ આપણને સંકોચ કરાવે છે ? ક્યાં આપણા હાથ હેઠા પડે છે ? આપણી પાસે જે નિષ્ણાંતો છે તેનો પરિચય મેં તો કરી લીધો,ગઇ કાલે.સર્જકોને પણ મેં જાણ્યાં જ છે; આયોજકો તો કેટલા બધા છે!
તમે સિનિયર બધાં,હું સાવ જુનિયર મેહફિલે ઝુરું;
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો !
આશા રાખું કે મારી આ શીઘ્ર પંક્તિઓને પડકાર મળશે જ .
– જુગલકિશોર.
j_jugalkishor@yahoo.co.in
jjugalkishor@gmail.com
——————————————————————————–
ghanu j sunder kam,
hu koi lekhika nathi ek reader chhu mane mari bhasha
mate gaurav che hu aap sau sajjano pasethi kaik melvi
shaku ane sauni sathe vicharo ni aaple kari shaku
to hu mari jaatne dhanya manish ane aap shahuni abhari rahish
pranam!