મારી વાતમાં મેં કેટલીક વાતો એવી મુકી કે જેથી સાહિત્ય પ્રત્યેની રુચિની સાથે તાંકડે મધ શોધવા જનારા, પોકળ વાતો કરનારા અને આ જરા જ્રરુરત કરતા વધુ ચગ્યો છે તેને પાડો વાળા નાં ઇ.આક્રમણથી બચવા કેટલીક વાતો પ્રથમ જાહેર કરી હું દરેક રસ ધરાવનાર ટેકનોક્રેટ યુવા વર્ગને Chat / email દ્વારા મળવા માંગુ છુ. તમારો સમય અને તમારા વિચારો પહેલા સાંભળીને બ્લોગર્સની મીટીંગમાં આવવા આમંત્રણ આપવા માંગુ છુ મને શ્રધ્ધા છે કે તમે આવશો.
પ્રશ્નો જેના ઉપર કામ કરવા માંગીયે છે તેની ટુંકી નોંધ અહી છે.
૧. સારા પુસ્તકો ડિજીટાઇઝ કરીને મુકવા હોય તો તેના આપ જાણકાર છો?
૨. વેબ ઉપર મળતી ઉચ્ચ ગુણવત્તા લાવવામાં આપ મદદરુપ થઇ શકશો?
૩. કાવ્ય,ગીતો,લોક્ગીતો, ગઝલ, ટુંકી વાર્તા, નવલકથા, બોધ કથા, જ્ઞાન કથા,પ્રવાસ વર્ણન અને નાટ્ય્ એ દરેક સાહિત્યનાં પ્રકારો છે અને દરેક્ની જરુરીયાતો જુદી છે. શું તમારી પાસે આ વિષયમાં કોઇ યોગદાન કરવાની ક્ષમતા છે?
૪. ફોંટ માં હુ વ્હીલને નવેસર્થી શોધવામાં નથી માનતો પણ યુનીકોડનો ઉપયોગ વધુ માધ્યમોમાં વધે તેવુ જોવા તો ઇચ્છુ છુ.
૫. સંગીત બહુ વિશાળ ફલક છે તેને બીજે તબક્કે લઇશુ.
હું જેમનો મને પ્રતિભાવ મળ્યો છે તે સૌને આ ઇ -મેલ દ્વારા પ્રારંભીક ઇ -બ્રૈનસ્ટોર્મ સેશનમાં આમંત્રણ આપુ છુ.
તા ૦૨ ડીસેમ્બરનાં રોજ આપણે ઇ.ચેટ દ્વારા મળીશુ
સમય અને સંપર્ક પધ્ધતિ વિશે મારો ઇ-મેઇલ આપને મળશે.
આપને વિનંતી કે મારા આ ઇ મેઇલ્નો જવાબ આપી તમારી સંમતિ આપશો.
જય ગુજરાત્
વિજય શાહ
બ્લોગ પર છૂટી છવાઇ રચના લખવી એક વાત છે અને પુસ્તક ડીજીટાઇઝ કરવું એ બીજી.
1. કોપીરાઇટ
3. બહુ મોટો ટાઇપીંગ પ્રયત્ન, જે શોખ તરીકે કરવા ભાગ્યે જ કોઇ તૈયાર થાય
4. પુસ્તકો જેમ નથી વંચાતા તેમ તે પણ વંચાવાની શક્યતા ઓછી છે. પુસ્તકાલય ડોટ કોમ ની મને માર્ચથી ખબર છે પણ હજુ એક પણ પુસ્તક મેં ત્યાં વાંચ્યું નથી.
5. બ્લોગીંગનો સૌથી મહત્વનો ગુણ છે ટૂંકું ને ટચ ! યુવા વર્ગને આવું જ ખપે.
6. બીજો પર્યાય છે – ધારાવાહિક નવલકથા અને આર્ચીવીંગ
આપના આ કાર્યમાં હું કોઈરીતે ઉપયોગી થઈ શકું તેમ હોય તો મને જણાવો…