ગુર્જર નેટ જગત ચર્ચા આગળ ચાલે છે કારણકે દરેક પેલા હાથીને જુદા જુદા સ્વરુપે જુએ છે. કદાચ હું પણ એ આંધળામાંનો એક હતો પરંતુ ચર્ચા શરુ થઇ ત્યારે જે નાનકડો દાખલો ‘નાના રજવાડા’નો આપ્યો હતો તે ખરેખર સાચો સાબિત થઇ રહ્યો છે. સરદાર વલ્લભભાઇએ જે સ્વરુપે એ રજવાડા એકઠા કર્યા હતા તેટલુ કઠીન આ કામ તો નથી પણ સુઝ બુઝ થી બે કક્ષાને ભેગી કરવાની છે. તે કક્ષાઓ છે ૧.જાણકાર ટેકનોક્રેટ યુવાપેઢી અને ૨.સાહિત્ય રસિક પેઢી
૧. જાણકાર ટેકનોક્રેટ યુવાપેઢી બ્લોગને શોખની જેમ વિકસાવે છે તેમને વિનંતી કે તેમનો શોખ વાચકોને જાણકારી અને ગુજરાતી ભાષાનાં વારસાને લોક ગાયકો જેમ લોક્ગીતો ગાઇ એક જમાનામાં જેમ જીવંત રાખતા હતા તે સુંદર કામ આપ કરી રહ્યા છો.આપનાં ટેકનોલોજીનાં જ્ઞાનને હજી લોક્ભોગ્ય બનાવવા કેટ્લીક વાતો અને ચર્ચા આપણે ગુજરાતી નેટ જગત નાં માધ્યમથી કરવા માંગીયે છે તે ફક્ત સમગ્ર હાથીને એક આંખે જોવાનો પ્રયત્ન છે.
૧.૧ આ કોઇ સંસ્થા કે કંપનીનો ઓપીનીયન પોલ નથી.
૧.૨ અહીં કામ કરવાથી તમને કોઇ કાયદાકીય ગુંચ કે નાણાકીય વળતર આપવાની વાત નથી
૧.૩ હા તેને પરોક્ષ રીતે પ્રસિધ્ધિ મળશે જેમ કે વિશાલ મોણપરાએ ગુજરાતી કી પૅડ ડેવલપ કર્યુ તો તે બ્લોગરોમાં લોકપ્રિય થઇ ગયુ.
૧.૪ વિષય પ્રમાણે, લેખક પ્રમાણે અને સાહિત્યનાં પ્રકાર પ્રમાણે જેની જેવી રુચી તેવુ વાંચન શોધવુ સહેલુ પડે
૨.સાહિત્ય રસિક પેઢી જે સાહિત્યને માણે છે અને માને છે કે એકવીસમી સદીમાં જ્યારે કોમ્પુટર્ દ્વારા બધુજ શીખવાડાતુ હોય તો ગુજરાતી ભાષા જે પુસ્તકાલયમાં સંગ્રાહાઇને બેઠી છે તેને નવી ટેકનોલોજી દ્વારા બીજી પેઢી સુધી લઇ જવી એ એક સ્તુત્ય પ્રયાસ થશે.
૨.૧ અહીં ચિંતા લેખકો અને કવિઓને એ છે કે આ માધ્યમ તેમના પ્રયાસોની નાણાકીય સાલીયાણા તોડી નાખે છે કારણકે સારી રચના પ્રચલીત થઇ ગયા પછી તે વાચક વર્ગ ચોપડી ખરીદતો નથી.
૨.૨ પુસ્તકો ડિજીટાઇઝ થાય તે પછી તેના વાંચન માટે તે ટેકનોલોજીના સોફ્ટ્વેર વસાવવા પડે જેમાં જે ખર્ચ થાય તેના કરતા તે પુસ્તક સ્વરુપે વાંચવા સહેલા છે.
૨.૩ મારા જેવા નોન ટેકનીકલ પણ સાહિત્ય રસિકને સર્જન અને સર્જક બંનેને ગુજરાત થી ૧૦૦૦૦ માઇલ દુર બેઠા ઘણું વાંચવા મળે.
૨.૪ મારા સંતાનોને ગુજરાતી શીખવવા મારે કંઇક કરવુ જોઇએ તે ભાવના સંતોષાય છે. મા ગુર્જરી રત્નૉની ખાણ છે અને મને ખબર છે બન્ને કક્ષામાં રત્નો છુપાયેલા છે આ ચર્ચા દ્વારા તે રત્નોને પોત પોતાના આગ્રહો કે દુરાગ્રહો બાજુએ મુકી એક મંચ ઉપર આવવા અને મારો પુછાયેલ પ્રશ્નનો સુઘટીત ઉત્તર આપવા વિનંતી સહ અટકુ.
મારો પ્રશ્ન છે માતૃભાષા ગુજરાતીને એકવીસમી સદીમાં લઇ જવા તમે શું કરી શકશો?
વાતો તો બહુ થઇ કાર્ય શું સંપન્ન થયુ? તે પ્રશ્ન નો જવાબ થોડોક સમય માંગે છે…
Dear Vijay bhai,
I wholehearedly support your efforts and reiterate that they are well-intentioned. I am with you.
I know technology should be explored and should reach the Gujarati net-users. I shall welcome all such moves.
I have high regards for your genuine concern.
Harish Dave Ahmedabad.