Home > માહિતી, વિજય શાહ, સાહિત્ય જગત > ચર્ચા – ચાલો, ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય કરીએ. -પ્રતિભાવો

ચર્ચા – ચાલો, ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય કરીએ. -પ્રતિભાવો

તારીખ ૨૪ નવેમ્બર ૨૦૦૬ 

મારા ઉપર ઇ.મેઇલ દ્વારા આવતા ગુજરાતી સાહિત્ય પ્રેમી મિત્રોનાં પ્રતિભાવો અત્રે નોંધતા આનંદ અનુભવુ છુ. 

૧. મારી પાસે છેલ્લા ૫૦ વર્ષથી સંગ્રહીત કરેલા કાવ્યો અને ભજનો ની ડાયરીઓ છે તે હું આ શુભ પ્રયત્નોમાં ભેટ આપવા માંગુ છુ.

૨.બ્લોગ બનાવવા માટેની પ્રારંભીક તાલીમ આપી શકશો તો લાઇબ્રેરીમાંથી કે ગુગલ પરથી સંશોધન કરી કકકા પ્રમાણે ગીતો ગઝલો અને કાવ્યો નો ડેટાબેઝ બનાવવામાં મદદરુપ થઇ શકીશ.

૩.મને તો હું સાહિત્યમાં ઉપયોગી થઇ શકીશ એ વિચાર થી પુલકીત થઇ જવાય છે.

૪.મને મારી લખેલી ગઝલો કોઇ સુધારવામાં મદદ મળે ખરી?

૫.મારી પાસે ઘણી જોડકણા અને બાળગીતોની પુસ્તિકાઓ છે. મને ટાઇપ કરતા આવડી જાય તો હું તે બધુ જ નેટ ઉપર મુકી શકીશ. 

૬.મારી પાસે ઇ મેઇલનો મોટો ડેટાબેઝ છે.તેનો હું જ્યારે સારો લેખ જોઉ છુ ત્યારે ઉપયોગ કરુ છુ.પણ મને લાગે છે બ્લોગ ઉપર જેટલુ આવે છે તેના કરતા ઘણુ વધુ લાવી શકાય કે જે બધા ગુજરાતીઓને એક્સુત્રતાથી બાંધી શક

૭.’યુનીકોડ’નું મારું ભાંગ્યુંતુટ્યું અર્થઘટન આવું છે: “એકત્વના કોડ” !(યુની=એક અને koડએટલે હોંશ!)ચાલે ?

                    મને ગુજરાતી લખવાની હોંશરે
                                ગુજરાતી નહીં  આવડે   રે  !!
                    હું તો લખવાની કરું શરુઆત રે
                                આ  ફોન્ટડા  બહુ  કનડે   રે!!
૮.ગુજરાતી ભાષા ગુજરાત બહાર રહેતા ગુજરાતી બાળકોને શીખવાડવાની સરળ પધ્ધતી મે શોધી છે. મને તે ઇન્ટરનેટ ઉપર મુકવી છે


૯.હીન્દી ભાષાનાં વિનિત અને કોવિદનાં જેમ અભ્યાસ કોર્સ આવે છે તેમ ગુજરાતીનાં કોર્સ કોઇ યુનીવર્સીટીમાં ચાલે છે?
૧૦. ગુજરાતી જોમવંત ભાષા છે અંગ્રેજીની જેમ વિશ્વભાષા થઇ શકે છે. આપણા ભાષાવિધ્વાનો અને કોમ્પ્યુટર નિષ્ણાતો ક્યારે ચમત્કાર કરે તેની હું તો રાહ જોઉ છુ.
 ઇ મેઇલ માં થી આવા ભાવુક પ્રત્યુત્તરો સાથે કેટ્લાક નિરાશાજનક પણ પ્રત્યુત્તરો છે.૧. ઇંટરનેટ મોંઘૉ શોખ છે દરેક્ને ના પોષાય.૨. હું કોંપ્યુટરનો સ્નાતક છુ મને આ કામ દ્વારા રોજી મળશે તમે લોકોને મફત શીખવાડીને અમારી બેકારી ના વધારો 

ખૈર મને લાગે છે મારો સંદેશો આમ  ગુજરાતી સાહિત્ય પ્રેમી માટેનો છે અને તે ક્યાંક જે રીતે જવો જોઇએ તે રીતે નથી ગયો..હું સતત રીતે પ્રતિભાવો (જે નવા હશે તે) મુકતો રહીશ. આપના વિચારો એક વાતનો સુર પુરે છે અને તે માતૃભાષા માટે તમને પ્રેમ છે અને તે ગૌરવની વાત છે.
આપના હજી વધુ પ્રતિભાવોની  અપેક્ષા સહ અટકું. 
દરેક મિત્રોનાં પ્રતિભાવો બદલા આભાર વ્યક્ત કરી વિરમુ- જય ગુજરાત

  1. Suresh Jani
    November 25, 2006 at 11:22 am | #1

    We had new PC on Thanksgiving and Gujarati is not yet installed here. So I am giving comment in English.
    Vijaybhai, All these posts may be put on a different category, so that , when we click that category, we get all posts/ comments together.
    This is a very, very important discussion, and should not get mixed with other matter.

  1. No trackbacks yet.