છેલ્લા અઠવાડીયા થી મેં મારુ એક વિચાર કંપન બ્લોગર મિત્રોમાં ઇ.મેલ સ્વરુપે મુક્યુ હતુ મારી માન્યતા એ છે કે વાતો કરનારા કામ કરનારા વર્ગથી જુદા હોય છે. કામ કરનારા વર્ગને એવુ લાગતુ હોય છે કે આ કામ કરવા યોગ્ય છે. તે કેવી રીતે કરવુ તેના રસ્તા તે શોધતા હોય છે. જેમાનાં મહદ અંશે કામ કરતા કરતા અટક્યા હોય કે તેમને આગળ કશુ સુઝતુ ન હોય. જ્યારે વાતો કરનારા કાંતો દ્રષ્ટા (visionery) હોય કે નવરા હોય. સારા નશીબે મને જેટલા પણ સંદેશા મળ્યા તેમાનાં કોઇ પણ નવરા નહોંતા. દરેક્ની પાસે હકારત્મક કે વ્યવહાર દ્રષ્ટી છે.હું માનુ છુ કે તે શુભ સંકેત છે.વાત શરુ થઇ હતી એક નાના વિચારથી અને તે અત્યાર સુધી જે વિકાસ થયો છે તે સૌને બીરદાવવા અને એક સ્થળે ભેગા કરવા કે જેથી કામ કરનાર અને દુર દ્રષ્ટી કરનારા ભેગા થાય અને આગનાં ત્રણ પરીબળો ઘી,તણખો અને સળગી શકે તેવા માધ્યમ ભેગા થાય.હવે આ ઘટના તેનુ સ્વરુપ પકડે તે પહેલા કૅટલાક ચિંતકોને આગળ મળેલ નિષ્ફળતાઓ પહેલા સુલઝાવો અને આવો ખર્ચ ન કરવો જોઇએ વાળા પ્રત્યુત્તરો મળ્યા. આમા તેમનો કોઇ દોષ નહોંતો પરંતુ અજ્ઞાન વધારે કામ કરતુ હતુ.કેટલાક સુંદર સુચનો આવ્યા જેમા વાંચક વર્ગ કેમ વધારવો તે ચિંતા વધુ હતી.મને તો સૌ બ્લોગરોને મળવામાં અને તેમને તેમના કાર્યમાં વધુ સક્ષમ બને તે જોવામાં રસ હતો નહીં કે સીંડીકેશન,ફોંટ,જોડણી અને ખર્ચની વાતોમાં.( that may be part of discussion) મને લાગે છે કે ટેલી કોન્ફરન્સ અને વીડીયો કોન્ફરન્સથી કામ શરુઆતનુ વધુ થશે. મારા મત પ્રમાણે બે વર્ગ છે અને તે બન્નેને તેમનુ કરવા યોગ્ય કામ કરવા હું ફરીથી મારો પ્રશ્ન દોહરાવીશ. તમે ગુજરાતી ભાષા માટે શું કરી શક્શો? (હાલ ધનની જરુર નથી તન અને મન થી શું કરી શકશો તે મને જણાવવા વિનંતી.)તમારો પ્રત્યુત્તર તમે અહી વેબ ઉપર અથવા નીચેના ઇ મેલ ઉપર આપી શકશો.તમારો સંપર્ક નંબર હશે તો ટેલી કોન્ફરન્સમાં પણ સહભાગી થઇ શકશો. (vijaykumar.shah@gmail.com)આપણે આરંભે શુરા છીયે તે ટૉણા કરતા વિચારો રજુ કરતા ડરીયે છે તેવુ જ્યારે સંભળવા મળે ત્યારે દુઃખ વધુ થતુ હોય છે. દરેક વાચક અને ચિંતક વર્ગને વિનંતી કે તેઓ પ્રતિભાવ આપે. આપના પ્રતિભાવો કિંમતી છે અને ગુજરાતી નેટ જગતનાં અભિયાનમાં પોતાનુ અમુલ્ય યોગદાન કરે છે.
વિજયભાઇ ,
મેં તમને જે રીતે વર્ડમાં ફાઇલ બનાવીને માર્ગદર્શન આપ્યું હતું તેવી ફાઇલો બનાવવાનું હું વિચારી રહ્યો છું. એ તૈયાર થયા બાદ આપણા બ્લોગો પર આપણે એ માહીતિ આપી શકીએ કે કોઇ પણ અનુભવી બ્લોગરનો સંપર્ક કરવાથી આ ફાઇલો તેમને વિના મૂલ્યે આપવામાં આવશે. મેં તેમાં ગુજરાતી ભાષા વાપરી નથી તેથી બધા તે વાપરી શકશે અને બ્લોગ બનાવવાની ગાઇડ તરીકે કામ આવી શકશે.
તમને આ વિચાર યોગ્ય લાગતો હોય તો હું તે દિશામાં આગળ વધું.