વિશ્વ ગુજરાતી…

25 10 2006

 

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ અંતરની વાણી
કરી સર્જન સહિયારૂ
થનગની રહું ભૂલકાઓના કલરવ થી
હાસ્યના દરબાર થી રહું મલકી,
રીડ ગુજરાતી રીડ કરી
શિવશિવા ની કરું ઝાંખી
જયદીપ ના જગતથી
કરું સહેલ કાશ્મીરની….
મારું જામનગર તો રહ્યું સદા પોતીકું
નજરોનેવિશાલ કરી,
લયસ્તરોમાં ડૂબકી મારું
વાત ચીતકે સંમેલન સાથે સંકળાઇ
અમીઝરણા માં ઉર્મિસાગરથી છલકાઇ
વિવેકની નીરક્ષીર વૃતિ સાથે
વિજય પ્રસ્થાન કરી
મોરપિચ્છ નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
પરમ સમીપે”.
                                        
નીલમ દોશી.

ગુજરાતી બ્લોગ જગતનાં સક્રીય દરેક બ્લોગ કે જેની લગભગ રોજીંદી મુલાકાત એક સવારની ચાની જેમ હોય છે અને તે કદી નિરાશ પણ નથી કરતી કારણ કે ત્યાં ગુજરાતી ( સમાચારો સિવાયનું ) વાંચવા મળી જાય જ છે. નિલમબેન મારા મનની વાત કાવ્ય સ્વરુપે રજુ કરવા બદલ આભાર.


Actions

Information

Leave a comment